વડોદરા કોર્પોરેશનના ઢોરડબ્બામાંથી ઢોર ઉઠાવી જવાનું ષડયંત્ર, પોલીસે ગુનો નોંધ્યો - સિક્યુરિટી વ્યવસ્થા
વડોદરાઃ શહેરમાં જાહેરમાં રખડતા ઢોરને પકડવા માટે કોર્પોરેશન દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા પોલીસ અને કોર્પોરેશના સિક્યુરિટી ગાર્ડ સાથે જુદા- જુદા વિસ્તારોમાંથી રખડતા ઢોરોને પકડવાની ઝૂંબેશ ચલાવવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર માટે જુદા- જુદા વિસ્તારોમાં ઢોર ડબ્બા ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાં પણ સિક્યુરિટી વ્યવસ્થા રાખવામાં આવી છે. કોર્પોરેશને ગત જુલાઇ માસમાં પકડેલા 9 વાછડી અને 6 ગાય મળી કુલ 15 ઢોરને બહુચરાજી રોડ નજીક ખાસવાડી સ્મશાન ખાતેના ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. રાત્રે 2 વાગ્યાના સમયમાં અવાજ આવતા સિક્યુરિટી ગાર્ડે તપાસ કરતાં કેટલાક લોકો દીવાલ કૂદીને ભાગી ગયા હતા. સિક્યુરિટી ગાર્ડે અન્ય સ્ટાફના માણસો તેમજ પોલીસને બોલાવી તપાસ કરતાં 15 ઢોર ગાયબ હતા. જેથી બનાવ અંગે પોલીસને જાણ કરતાં કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.