સુરેન્દ્રનગર રેલવે ફાટક બંધ કરાતા કોંગ્રેસે કલેટરને કરી રજૂઆત - latestgujaratinews
સુરેન્દ્રનગર : તાજેતરમાં મુખ્યપ્રધાનના હસ્તે રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પિત કરવામાં આવ્યું હતુ. શહેરમાં ઓવરબ્રિજ શરુ થતા કરાર મુજબ ફાટક બંધ કરવામાં આવતા સુરેન્દ્રનગર ક્રોગ્રેસ આગેવાનો અને કાયૅકરો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.આગામી સમયમાં સાસંદ અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવશે. અને ઉકેલ નહી આવે તો જીલ્લા ક્રોગ્રેસ દ્રારા ઉગ્ર આદોલન પણ કરવામાં આવશે.