ભાજપના 25 વર્ષના શાસનને કોંગ્રેસે નિષ્ફળતાની સિલ્વર જ્યુબિલી ગણાવી - ન્યુઝ ઓફ વડોદરા
વડોદરા: ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનને નિષ્ફળતાની સિલ્વર જ્યુબિલી મનાવી આજે વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાગરિક સુવિધા અધિકાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ,પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા રૂત્વિજ જોષી, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાંગીની કોલેકર,તેમજ કાઉન્સિલરો,હોદ્દેદારોએ પત્રિકા વિતરણ કરી નાગરિક સુવિધા અધિકાર અંગે લોકોના અભિપ્રાય મેળવ્યા હતા. CRRના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા.