કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર સરકાર વિરોધ્ધ નારા લગાવ્યા - Congress MLAs raised anti BJP slogans outside assembly
કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વિધાનસભાની બહાર ઓબીસી વિરોધી સરકારના નારા લગાવ્યા હતા. સરકાર વિરોધી નારા સાથે બળદેવજી ઠાકોર સત્તા પક્ષ સુધી ધસી આવ્યા હતા. હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. વેલમાં ધસી આવેલ ધારાસભ્યોને અધ્યક્ષે આજની કામગીરી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્યોનો ઓબીસી અનામતને લઇ હોબાળો કર્યો હતો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. સરકાર જાતિ આધારિત આંકડા ખોટા આપવાનો આક્ષેપ પણ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં વિપક્ષ અને પક્ષ વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં સુત્રોચાર કરવામાં આવ્યા હતા.