Gram Panchayat Election Gujarat 2021: વાપી તાલુકાની PTC કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ
વલસાડ: વાપી તાલુકાની કુલ 22 ગ્રામ પંચાયતો (Gram Panchayat Election Gujarat 2021) માટે રવિવારે 89 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 80,232 મતદારો પૈકી 58,848 મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કરતાં 73.35 ટકા મતદાન નોંધાયું હતું. જે બાદ તમામ મતપેટીઓને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખી મંગળવારે 21મી ડિસેમ્બરે વાપીમાં ખંડુ હરિભાઈ દેસાઈ PTC કોલેજ (PTC College of Vapi) ખાતે વહેલી સવારથી મતગણતરી હાથ ધરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. PTC કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 9 વાગ્યે મતગણતરી પ્રારંભ કરવાની હોવાથી મતગણતરીમાં (votes for Gram Panchayat election) ફરજ પર હાજર તમામ સ્ટાફ સમયસર હાજર થયો છે. જ્યારે 22 ગ્રામ પંચાયતના સરપંચના અને સભ્યોના ઉમેદવારો પણ મતગણતરી સ્થળ પર પહોંચ્યા હતાં.