CM ખટ્ટર સાઈકલ લઈને તો CM ફડણવીસે પત્ની સાથે કર્યુ મતદાન - મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી
ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પત્ની અમૃતા તથા માતા સાથે નાગપુરમાંથી મતદાન કર્યું છે. જ્યારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર સાયકલ લઈને સમર્થકો સાથે કરનાલમાં મતદાન કરવા પહોચ્યા હતા, મતદાન કર્યા બાદ બંને નેતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.