CM Bhagwant Mann Visit Delhi : પંજાબના સીએમ ભગવંત માન કયા કારણોસર દિલ્હીની મુલાકાત લઇ રહ્યા છે? - Visit to Government Schools
ચંદીગઢ : પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આજે તેમના પ્રધાનો અને અધિકારીઓ સાથે દિલ્હીની બે દિવસીય મુલાકાતે(CM Bhagwant Mann Visit Delhi ) છે. તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીની સરકારી શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સની મુલાકાત(Visit to Government Schools and Mohalla Clinics) લેશે. ભગવંત માન પંજાબમાં વધુ સારી શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે દિલ્હીમાં શાળાઓ અને સામુદાયિક ક્લિનિક્સની દેખરેખ કરશે. અગાઉ આ પ્રવાસ 18 એપ્રિલના રોજ યોજાવાનો હતો, પરંતુ કેટલાક કારણોસર તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. તેમની સાથે પંજાબના શિક્ષણપ્રધાન અને આરોગ્યપ્રધાન પણ હશે. આ ઉપરાંત પંજાબના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવ પણ હાજર રહેશે.
Last Updated : Apr 25, 2022, 3:39 PM IST