જામનગરમાં સફાઈ કર્મચારીઓએ DMC ઑફિસ સામે ધરણા યોજ્યા - સિક્યુરિટી ગાર્ડ
જામનગરઃ શહેરના લાલબંગલા સર્કલ ખાતે અખિલ ભારતીય સફાઇ મજૂર કોંગ્રસના નેજા હેઠળ સફાઇ કામદરોએ મહાનગર પાલિકા સુધી રેલીનું આયોજન કર્યું હતું. સફાઇ કામદારોએ આક્ષેપ કર્યા હતા કે, જામનગર મહાનગર પાલિકામાં સિક્યુરિટી ગાર્ડના કોન્ટ્રાક્ટર કર્મચારી વિજય પ્રેમજી બાબરીયા રજીસ્ટરમાં ચેનચાળા કરે છે. એડવાન્સમાં હાજરી પૂરતા પકડાયા હોવા છતાં પણ તેના વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. મનપાના ડેપ્યૂટી કમિશનરએ આવેદનપત્ર લેવાનો ઇન્કાર કરતાં સફાઈ કામદારોએ ધરણાં યોજ્યા હતા.