બોટાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, જિલ્લા ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા - પેટા ચૂંટણી 2020
બોટાદ : મંગળવારના રોજ વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં મતદાન પૂર્ણ થવાના સમયે ગઢડા બેઠકના નુતન વિદ્યાલય બૂથ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. જે મામલે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણીએ પ્રતિક્રિયા આપી હતી. સુરેશ ગોધાણીએ જણાવ્યું કે, બોગસ મતદાનના આક્ષેપો તદ્દન ખોટા છે. આ મારીમારીની જાણ થતાની સાથે જ બૂથ પર પહોંચી બન્ને કાર્યકરોને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો.