પૂણે જેવી જ ફિલ્મ ઇન્સ્ટિટયૂટ ગુજરાતમાં બનાવવામાં સહકાર મળશે : મુખ્યપ્રધાન - અમદાવાદ ફિલ્મ ફેસ્ટિવલ ન્યુઝ
અમદાવાદ: ભારતીય ચિત્ર સાધના દ્વારા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તૃતીય ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલ દ્વારા સકારાત્મક ફિલ્મોનું નિર્માણ થાય તે હેતુથી ચિત્ર ભારતી દ્વારા 21 થી 23 ફેબ્રુઆરી સુધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પુણેમાં જે પ્રકારે ફિલ્મ જગતમાં જોડાવા માગતા લોકો માટે ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ચાલે છે. તેવું ગુજરાતમાં બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહકાર આપવા કહ્યું હતું.