પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં બાળ દિવસની ઉજવણી કરાઈ - worldchildernday
પાટણ :14 મી નવેમ્બર ને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે વિવિધ શૈક્ષણિક શંકુલો, સામાજિક સંસ્થાઓ દ્રારા બાળકો ને લગતા વિવિધ કાર્યકરો બાળદિવસની ઉજવણી કરી બાળકોને પ્રોત્સાહન આપે છે. શહેરની કેન્દ્રીય વિદ્યાલયમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના વિધાર્થીઓએ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો, પર્યાવરણ ની જાળવણી, સ્વચ્છતા જાળવવા,પાણી નો બચાવ કરવો તે અંગે વેશભૂશા કરી લોક સંદેશો આપ્યો હતો. વિદ્યાલયની ધોરણ 7 ની વિધાર્થિનીઓએ સમૂહગાન કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ ફરજીયાત પહેરવા અંગેનો વિશેષ સંદેશ આપ્યો હતો.જીલ્લા વન અધિકારી જે જે રાજપૂત નગર સેવક મનોજ પટેલ ,ભરતભાઈ સાલવીએ વિધાર્થીઓ દ્રારા કરવામાં આવેલ કાર્યોની સરાહના કરી હતી.