મેમદપુર ગામે બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો, માતા અને તેના પ્રેમીની પ્રેમલીલા જોઈ જતા બાળકની હત્યા - Memdpur village
મહેસાણાઃ જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા મેમદપુર ગામમાં એક 5 વર્ષીય બાળકને અજાણ્યા શખ્સોએ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી હત્યા કરી હતી, ત્યારે મેમદપુર બાલસાસણ રોડ પર જાળીઓમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. એક તેજ ગમના યુવક સંજ્ય ઠાકોરના નિવેદન પર પોલીસને શંકા જતા પોલીસે તેની પૂછપચ્છ કરતા યુવકે ગુનાની કબૂલાત કરી હતી. આખરે ગુનાનો ભેદ ઉકેલાતા બાળકની હત્યા પાછળ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં મૃતક બાળકની માતા અને આરોપી સંજય બન્ને ખેતરમાં કઢંગી હાલતમાં બાળક જોઈ જતા હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને બાળકને પોતે જ ઉઠાવી જઈ પગ વડે મોઢું અને ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે હત્યાના આરોપી સંજય પાસે સંયોગિક પુરાવા મેળવવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.