છોટાઉદેપુર વન વિભાગે ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો, 4ની કરી અટકાયત
છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો છે. બાતમી મળતા છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ રાઉન્ડના અછાલા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી કપાયેલા 12 વૃક્ષના 34 ટુકડા ભરેલા ટ્રેક્ટર સાથે વન વિભાગે ખેરના વૃક્ષ કાપનારા 2 શખ્સોને ઝડપી પાડયા હતા બાદ કપાવનારા 2 શખ્સો મળી કુલ 4 આરોપીઓની વન વિભાગે અટકાયત કરી છે. છોટાઉદેપુર વન વિભાગે કુલ 4 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં 1.122 ઘન મીટર ખેર જેની કિંમત રૂપિયા 30000 અને ટ્રેક્ટરની કિંમત રૂપિયા 3,70,000 મળી કુલ રૂપિયા 4,00,000 /- નો મુદ્દામાલ જપ્ત કરી ખેરનો જથ્થો કપાવવામાં અન્ય કેટલા શખ્સો સામેલ છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે.