શામળાજીમાં ભક્તોએ કાન્હાને પારણામાં ઝૂલાવી કર્યા વધામણા, જુઓ વીડિયો - જન્માષ્ટમી મહોત્સવ
શામળાજીઃ જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી થઇ હતી, ત્યારે બીજા દિવસે અરવલ્લીની ગિરીકંદરાઓમાં બિરાજમાન શામળિયા મંદિરમાં ભક્તોએ કાન્હાને પારણે ઝૂલાવ્યા હતા. કાન્હાના વધામણમાં મોડી રાત્રે બરાબર 12 કલાકે થયા હતા, ત્યારબાદ સવાર સુધી ભક્તોનો ઉમંગ અને ઉત્સાહ રહ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો કન્હાના વધામણા કરવા પહોંચ્યા હતા અને ભક્તોને માખણના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરમાં મહિલા મંડળ દ્વારા કાન્હાના ભજન ગીતો ગાવામાં આવ્યા હતાં.