ગુજરાત

gujarat

ETV Bharat / videos

જમ્મુ કાશ્મીરમાં આ રીતે બસ પર કરવામાં આવ્યો આતંકી હુમલો, જૂઓ CCTV ફૂટેજ - જમ્મુમાં ફરી એન્કાઉન્ટર

By

Published : Apr 23, 2022, 12:33 PM IST

સુંજવાન : જમ્મુના સુંજવાન વિસ્તારમાં આર્મી કેમ્પ પાસે આતંકવાદીઓએ CISF બસને નિશાન બનાવ્યા બાદ અર્ધલશ્કરી દળનો એક જવાન શહીદ અને અન્ય નવ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હુમલા બાદ એન્કાઉન્ટર શહરૂ કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી બે એકે-47 રાઈફલ્સ, હથિયારો, દારૂગોળો, સેટેલાઇટ ફોન અને અન્ય ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબા જિલ્લાની મુલાકાતના બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુંજવાનમાં એન્કાઉન્ટર થયું હતું. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, પોલીસ અને સુરક્ષા દળોએ એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે કહ્યું કે સુંજવાન આર્મી કેમ્પ પણ આતંકવાદીઓના નિશાના પર હોઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details