ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 10ના ઉમેદવારોએ જાહેર સભાનું કર્યું સંબોધન - Bhuj
કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ પક્ષોએ પ્રચાર-પ્રસાર ચાલુ કરી નાખ્યા છે, ત્યારે તમામ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 10ના ઉમેદવારોએ જાહેર સભા યોજી હતી. તેમજ ભુજના આરટીઓ સર્કલ પાસે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વૉર્ડ નંબર 9ના બિનહરીફ ઉમેદવારો સાત્વિક દાન ગઢવી અને દિવ્ય રાજ બાપાલાલ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.