કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ ડાંગ ભાજપ ઉમેદવારની જીતનો દાવો કર્યો - gujarat by poll 2020
ડાંગ : ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ ડાંગ ભાજપ ઉમેદવાર વિજય પટેલના વિજયનો જીતનો દાવો કર્યો છે. ગણપત વસાવાએ જણાવ્યું કે, હાલમાં ડાંગ વિધાનસભાની બેઠક માટે મત ગણતરી થઈ રહી છે, ત્યારે ભાજપ પક્ષનાં ઉમેદવાર વિજય પટેલ 33 હજાર મતની લીડથી આગળ છે. ડાંગ ભાજપ પક્ષ પહેલી વાર આટલી જંગી બહુમતી સાથે જીત મેળવે છે. ડાંગ જિલ્લામાં કોંગ્રેસનાં સૂપડા સાફ થશે અને ભાજપ જંગી બહુમતી સાથે જીતશે.