પોરબંદરમાં રેંકડી-કેબીન ધારકોએ બાઇક રેલી યોજી, પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો - Municipal office
પોરબંદરઃ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી પાલિકા દ્વારા ચોપાટી પાસે આવેલી ચાઈનીઝ બજારની રેંકડીયો હટાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. કોઈપણ સૂચના વગર આ કામગીરી કરવામાં આવતા પાટીદારો રોષે ભરાયા હતા. હાલ આ મામલો કોર્ટમાં છે. જ્યા સુધી કોર્ટનો ચૂકાદો ન આવે ત્યા સુધી રેંકડી ધારકોને હેરાન કરવામાં આવે નહી તેવી માગ સાથે રેંકડી કેબીન એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ચોપાટીથી નગરપાલિકા સુધી બાઇક રેલી યોજી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. રોજગારી પર પાટું મારવા અને રોજીરોટી માટે હેરાનગતી ન કરવા વિનંતી કરી હતી.