ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંજાબના રોપરમાં ભાખરા કેનાલમાં કાર ખાબકતા 5ના મોત, 2 બાળકો પાણીમાં ગૂમ - dead belong to Rajasthan

By

Published : Apr 19, 2022, 7:32 AM IST

પંજાબના રોપરમાં ભાખરા કેનાલમાં કાર પડી જતાં (Punjab car falls into canal) પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે બાળકો ગુમ છે. પોલીસે જણાવ્યું કે, બે પુરૂષો, બે મહિલાઓ અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે બાળકો પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે હાજર નાયબ પોલીસ અધિક્ષક રવિન્દર સિંહે જણાવ્યું કે, કાર પર રાજસ્થાન (dead belong to Rajasthan)ની નંબર પ્લેટ છે અને તે આનંદપુર સાહિબથી પરત ફર્યા બાદ રાજ્યના સીકર જઈ રહી હતી. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો સીકરના રહેવાસી હતા. પોલીસ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. નાયબ પોલીસ અધિક્ષકે કહ્યું કે, બસ એક ખાનગી કંપનીની છે અને તેને જપ્ત કરી લેવામાં આવી છે અને તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત કારમાંથી મળી આવેલા દસ્તાવેજોએ પીડિતોની ઓળખ કરવામાં મદદ કરી, એમ તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details