ગુજરાત

gujarat

ETV Bharat / videos

બોડેલી કોસીન્દ્રાથી ચિખોદ્રા ગામ વચ્ચે હેરણ નદી પર બનેલ નવનિર્મિત પુલનું લોકાર્પણ કરાયુ - Low Level Bridge

By

Published : Oct 17, 2022, 4:40 PM IST

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કોસીન્દ્રાથી ચિખોદ્રા ગામ (Kosindra to Chikhodra village) વચ્ચે હેરણ નદી પર બનેલ નવનિર્મિત પુલનું લોકાર્પણ કરાયુ. પરિણામલક્ષી નકકર કામગીરી આપણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે નિમિષા સુથારએ જણાવ્યું હતું.છોડાઉદેપુર જિલ્લાના બોડેલીના કોસીન્દ્રાથી ચિખોદ્રા (Kosindra to Chikhodra village) ગામ વચ્ચે હેરણ નદી પર બનેલ નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરિણામલક્ષી નકકર કામગીરી આપણી સરકાર દ્વારા કરવામાં આવી રહી તેમ નિમિષા સુથારે જણાવ્યું હતું. લેવલ બ્રિજ ક્ષતિગ્રસ્ત તમામ પ્રકારની સુખસુવિધાઓ મળી રહે એ માટે પરિણામલક્ષી નકકર કામગીરી આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે એમ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયપ્રધાન અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ નિમિષા સુથારે જણાવ્યું હતું. બોડેલી તાલુકાના કોસીન્દ્રાથી ચિખોદ્રા ગામ વચ્ચે હેરણ નદી (Heran river between Chikhodra village) પર રૂપિયા 8.17 કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાન નિમિષા સુથારે જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં ભારે વરસાદને કારણે આવેલા પુરમાં કોસીન્દ્રાથી ચિખોદ્રા વચ્ચે આવેલો લો લેવલ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો. રાજય સરકારે તત્કાલ પુલ બનાવવાની મંજુરી આપતા આજે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનવાથી આજુબાજુના ચાલીસ ગામોને અવર જવરમાં સરળતા થઇ રહેશે એમ જણાવ્યું હતું નિમિષા સુથારે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાના વિકાસ માટે વણમાંગી વિકાસની વણઝાર આપી રહી છે. રસ્તા અને પુલો વિકાસ માટે ખૂબ જરૂરી જેનાથી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થાય છે. ગામડાના લોકો હોય કે શહેરના લોકો હોય સરકાર તમામને અદ્યતન સુવિધા ઉપલબ્ધ થાય એ માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details