નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં ભગવો લહેરાયો - ગુજરાત
નર્મદા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ગત 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જેની આજે મંગળવારે મતગણતરીના પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયતની 22 બેઠકમાંથી 17 બેઠક પર ભાજપની જીત થઈ છે, જ્યારે નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપની 16 બેઠક પર જીત થઈ છે.