ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારીમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો - BJP's Snehamailan program

By

Published : Nov 8, 2019, 8:21 AM IST

નવસારીઃ દિવાળીના તહેવાર નિમિતે ભારતીય જનતા પાર્ટીનો નવસારી જિલ્લાનો સ્નેહમિલન કાર્યક્રમ ગણદેવી તાલુકામાં યોજાયો હતો. જેમાં જિલ્લા સંગઠનના પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગણદેવી શહેર પ્રમુખ તરીકે રાજુભાઈ પટેલ અને તાલુકા પ્રમુખ તરીકે શાંતિલાલ પટેલનું નામની જાહેરાત થઈ હતી. તો બીજી તરફ બીલીમોરા શહેર પ્રમુખ માટે રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. જેથી હજુ સુધી પ્રમુખનું નામ જાહેર કરાયું નથી. આ કાર્યક્રમમાં નવસારી સાંસદ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પરમાર અને કેબિનેટ પ્રધાન મંગુભાઈ સાથે 3 ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. કાર્યક્રમના અંતમાં સૌ કાર્યકર્તાઓએ નવા વર્ષના નૂતન વર્ષાઅભિનંદન પાઠવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details