ગોધરામાં ભાજપનો "સ્નેહ સંમેલન" કાર્યક્રમ યોજાયો - ગોધરા ન્યુઝ
ગોધરા: જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરામાં ચંદન બાગ ખાતે "સ્નેહ સંમેલન"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, પંચમહાલ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા તેમજ ધારાસભ્ય ગોધરા સી કે રાઉલજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામ કરી પોતાના ક્ષેત્રમાં નામના મેળવનાર લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.