વડોદરામાં રાહુલે રાફેલ મુદ્દે કરેલી ટીપ્પણી પર ભાજપનો આક્રોશ - વડોદરા ન્યુઝ
વડોદરા: શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાફેલના મુદ્દે કરેલ આક્ષેપો સામે ભાજપે ધરણા ધર્યા છે. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાફેલના મુદ્દે કરેલા આક્ષેપો વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ જ્યુબિલી બાગ ખાતે ધરણાં યોજવામાં આવ્યા હતાં. જેમાં વડોદરા શહેર ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં.