આણંદ જિલ્લામાં કારોબારી સભા મળી, ભરતસિંહના નિવેદનને લઇને રાજકારણ ગરમાયું - undefined
આણંદ : ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભરતસિંહ સોલંકી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સંસદ સભ્ય મિતેષ પટેલે મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ અંગે માહિતી આપી હતી. આગામી સમયમાં જ્યારે વિધાનસભા ની ચુંટણી આવી રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધેલી જોવા મળી રહી છે. આણંદ જિલ્લામાં ઊભા થયેલી આ નિવેદનની ચર્ચાઓ હવે રાજકીય રૂપ ધારણ કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી હોઈ તેવું દેખાઈ રહ્યું છે.