કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ વિઠ્ઠલ રાદડિયા શ્રદ્ધાંજલિ આપી - Gujarati News
અમદાવાદઃ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ વિઠ્ઠલ રાદડિયા શ્રદ્ધાંજલિ આપી છે.પૂર્વ પ્રધાન અને ખેડૂત નેતા અને ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું સોમવારના રોજ 61 વર્ષની વયે નિધન થયુ હતું. તેમના નિધનથી પટેલ સમાજ અને ખેડૂતોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર બનાવી હતી. આ સિવાય જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટુ સ્વપન સેવી લડતના મંડાણ કર્યા હતા. તેમનું અવસાન થતા આજે ભાજપ સહીત કોંગ્રેસના નેતાઓ પણ આજે તેમની ઉપસ્થિતિ ન રહેતા તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.