બંધારણના 70 વર્ષ: પાટણમાં ભાજપે બંધારણ દિવસની કરી ઉજવણી - અનુસૂચિત જાતિ
પાટણ: ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતના રત્ન એવા ડો. ભીમરાવ આબેડકરે 26 નવેમ્બર 1948માં દેશનું બંધારણ તૈયાર કરી આપ્યું હતું અને તે બંધારણને સરકારે સમગ્ર દેશમાં અમલી બનાવ્યું હતું. તેથી આ દિવસને સરકારે બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો છે. 26 નવેમ્બરે રાજકીય પાર્ટીઓ વિવિધ કાર્યક્રમો કરી બંધારણ દિવસની ઉજવણી કરે છે. પાટણમાં પણ જિલ્લા ભાજપે અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં શહેરના બગવાડા ચોક ખાતે એકત્ર થઇ ડો. આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી આંબેડકરનો જય ઘોષ કર્યો હતો. સાથે જ બંધારણના પુસ્તકનું વિધિવત રીતે પૂજન કરી બંધારણની ઉજવણી કરી હતી. જે બાદ જાહેર સભા પણ મળી હતી, ત્યા લોકોને બંધારણ અંગેની માહિતી આપી હતી.