ભાવનગર: જિલ્લા તંત્ર દ્વારા ગરીબોને આપવા અનાજની પાંચ હજાર કીટ તૈયાર - bhavnagar news
ભાવનગર: કોરોનાને પગલે લોકડાઉન કરાયું છે ત્યારે ગરીબોને અનાજ માટે મુશ્કેલી પડે નહીં તે હેતુથી ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા પાંચ હજાર કીટ તૈયાર કરવામાં આવી છે. જે માટે ગરીબોને તેમના ઘર સુધી કીટ પોહચાડવાની તૈયારીઓ થઈ ચૂકી છે. જૈન સમાજ કીટ તૈયાર કરવા માટે આગળ આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા ટૂંક સમયમાં કીટ લોકોને વિતરણ કરી આપવામાં આવશે. શહેરમાં લોકડાઉનનુ સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં વસતા એવા લોકો જે રોજનું કમાઈને પોતાનુ પેટ ભરતા હોઈ તેવા લોકો માટે તંત્ર દ્વારા ગરીબ લોકોને તેમના ઘર સુધી કરિયાણું પોહચાડવા માટે 5 હજાર કીટ તૈયાર કરવામાં આવી છે.