ભાવનગરમાં ટ્રાફિકના કાયદાની જાગૃતતા માટે વાહનચાલકોને પોલીસે ગુલાબ આપી પ્રોત્સાહિત કર્યા
ભાવનગર: શહેરમાં નવા ટ્રાફિકના કાયદાનું અમલ કરાવવા માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક DYSP સહીત એક ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. શહેરના કાળીયાબીડ ટાંકી પાસે યોજાયેલી ઝુંબેશમાં પોલીસે ગાંધીગીરી શરુ કરી હતી. પોલીસે હેલ્મેટ પહેરનાર અને નહી પહેરનાર બંને વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપ્યા હતા. ચૌધરી સાહેબ સહિતના ટ્રાફિક જવાનોએ લોકોને પત્રિકાઓ પણ વિતરણ કરી હતી. લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને દંડિત કરીને નહિ પણ ગાંધીગીરી કરીને નવા ભારે દંડ સાથેના કાયદાને અમલ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.