ભરૂચના મુલદ ટોલ બુથ નજીક કારમાં આગ, કોઈ જાનહાની નહી - મુલદ ટોલ બુથ નજીક કારમાં આગ
ભરૂચઃ હાઈવે પર બર્નિંગ કારના દ્રશ્યો જોવા મળ્યા હતાં. CNG કાર સુરતથી ભરૂચ તરફ આવી રહી હતી, ત્યારે મુલદ ટોલ બુથ નજીક કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કારમાં સવાર લોકોએ સમય સુચકતાથી નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં સમગ્ર કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.