ભરૂચમાં ખૈલેયાઓ હેલ્મેટ પહેરી ગરબે ઘૂમ્યા - કાપડની થેલીનું વિતરણ કરાયું
ભરૂચઃ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના લોકોએ ગરબામાં જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં જ ટ્રાફિકના નિયમોના પાલન માટે હેલ્મેટને ફરજીયાત કરવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું અભિયાન શરૂ કરાયું છે. ત્યારે તેની જન જાગૃતિ અર્થે ભરૂચમાં વસતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના લોકો દ્વારા હેલમેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા. સમાજના લોકો દ્વારા ખેલૈયાઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.