ઝઘડિયાના રાજપારડી નજીક લિગ્નાઈટની સાઈટ પર પોકલેન મશીનમાં લાગી આગ - fire in bharuch
🎬 Watch Now: Feature Video
ભરુચ : ઝઘડિયાના રાજપારડી નજીક આવેલી લિગ્નાઈટની સાઈટ પર પોકલેન મશીનમાં આગ લાગતા દોડધામ થઈ હતી. ઝઘડિયાના રાજપારડી નજીક જી.એમ.ડી.સી.ની લીગ્નાઈટ સાઈટ આવેલી છે. જેના પર શુક્રવારે સવારના સમયે કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન પોક્લેન મશીનમાં અચાનક આગ લાગી હતી. આગ લગતા સાઈટ પર દોડધામ મચી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.