ગુજરાત

gujarat

ETV Bharat / videos

150 આદિવાસીઓનું ધર્માંતરણ, લંડન રહેતા અબ્દુલ્લા ફેફડાવાલાને ભરૂચ બોલાવાયો - bharuch conversion case

By

Published : Aug 1, 2022, 5:37 PM IST

ભરૂચ: જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે થોડા સમય પહેલા 150 જેટલા લોકોને મુસ્લિમ ધર્મ અંગીકાર (bharuch conversion case) કરાવાયું હોવાની બાબત સામે આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, જે બાદ પોલીસે મામલા અંગે મુખ્ય સુત્રોધાર અને વિદેશી ફંડ ભરૂચ સુધી પહોંચાડનાર અબ્દુલ્લા ફેફડાવાલા સહિત 21 ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ 14 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી જે બાદ વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આમોદના કાંકરિયા ગામે હાલ લંડનમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાલાને પ્રથમ ભારત ભરૂચ બોલાવી બેઠક યોજનાર 2આરોપી પોલીસની પકડમાં આવ્યા છે, જેમાં સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી પટેલ રહે,આછોદ સુથાર ફળિયું તા.આમોદ તેમજ રમીઝરાજા ઉર્ફે ઓવૈશ અબ્દુલ ગની ખાનજી રહે,નડિયાદ નાઓને ઝડપી પાડી બન્ને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.જ્યારે વિદેશમાં સ્થાઈ માસ્ટર માઈન્ડ અબ્દુલ્લા ફેફડાવાલા સામે રેડકોર્નર નોટિસ પણ જારી કરાઈ છે, ચકચારી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી 14 સામે ચાર્જશીટ અને 21 ની સામે ગુનો નોંધાઈ ચુક્યો છે, ત્યારે પોલીસે પણ મામલે ઝીણવટભરી તપાસ કરી એક બાદ એક ધરપકડનો દોર શરૂ રાખ્યો છે સાથે ફેફડવાલા સામે પણ કાયદાકીય રીતે વિદેશથી ભરૂચ લાવવા માટેની કવાયાત પણ ચાલુ રાખી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details