ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગટર પર બનાવ્યું મકાન, વહીવટીતંત્ર બુલડોઝર લઈને પહોંચતા દંપતીએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ - couple attempted suicide

By

Published : Oct 14, 2022, 8:53 AM IST

કર્ણાટક : રાજધાની બેંગલુરુમાંથી આ ચોંકાવનારો કિસ્સો (Bengaluru couple attempted suicide) સામે આવ્યો છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર અહીં એક મકાનને તોડવા માટે પહોચ્ચયું ત્યારે તે મકાનનો માલિક અને તેની પત્ની સાથે બુલડોઝરની સામે ઉભા રહી ગયા હતા. જ્યારે બુલડોઝર પણ કાર્યવાહી ચાલુ રાખતા હતાશ દંપતીએ આપઘાત કરવાની ધમકી આપી હતી. તેમ છતાં કાર્યવાહી ચાલુ રહી હતી. આ દંપતીએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું અને માચીસની પ્રગટાવવાનું શરૂ કર્યું હતું. આ જોઈને લોકો પણ હચમચી ગયા હતા. અધિકારીઓ અને પોલીસ ટીમે તેમને આવું કોઈ પગલું ન ભરવા સમજાવ્યા, પરંતુ પત્નીએ બોટલમાં રાખેલું પેટ્રોલ પોતાના અને પતિ પર છાંટ્યું હતું. આ પછી માચીસ બહાર કાઢતા જ ત્યાં હાજર અન્ય લોકો એલર્ટ થઈ ગયા હતા. તરત જ પાણી નાખવામાં આવ્યું અને પતિ-પત્નીને પકડીને ઉપરના માળે ખેંચીને ઘરની અંદર લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ દંપતીએ ઉલટું પ્રશાસન પર આરોપ લગાવ્યો કે, પ્રશાસન તેમનું ઘર તોડીને તેમને બેઘર બનાવી રહ્યું છે. તેણે દાવો કર્યો કે, આ ઘર કાયદેસર છે અને તમામ દસ્તાવેજો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વસાહતમાં સુનિલ સિંહ સહિત 6 મકાનો છે, જે ગટરની ઉપર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details