Bengal Safari Park video: શાવકોએ માં સાથે કરી મસ્તી, જૂઓ વીડિયો - Royal Bengal Tiger cubs
શનિવારે સિલિગુડીના બંગાળ સફારી પાર્કમાં રોયલ બંગાળ વાઘના ચાર બચ્ચાનો વીડિયો (Bengal Safari Park video) રિલીઝ કરવામાં આવ્યો હતો. વાઘણ શીલાને 14 માર્ચે પાંચ બચ્ચાનો જન્મ (Royal Bengal Tiger cubs) થયો હતો. એક બચ્ચાનું કુપોષણને કારણે મૃત્યુ થયું હતું. આ પછી, બંગાળ સફારી પાર્કના સત્તાવાળાઓએ બાકીના ચારની વધારાની કાળજી લીધી હતી. વીડિયોમાં ચાર બચ્ચા માતા શીલા સાથે રમતા અને સ્વસ્થ દેખાઈ રહ્યા છે. પાર્ક ઓથોરિટીના જણાવ્યા અનુસાર, તે બચ્ચાને હજુ બે મહિના સુધી પ્રવાસીઓની સામે લાવવામાં આવશે નહીં. તેમની માતા સાથે રમતા બચ્ચાની તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ માનવામાં આવે છે.