પરબત પટેલે લોકસભામાં નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય અને સૈનિક શાળા ખોલવાની કરી માગ - બનાસકાંઠા સાંસદ
નવી દિલ્હી : હાલ લોકસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં બનાસકાંઠા બેઠક પરથી લોકસભાના સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષાનો મતલબ છે માનવનું નિર્માણ કરવું છે. નવી શિક્ષાનીતિ લાગુ કરવાથી નવા ભારતનું નિર્માણ થશે. આ સાથે પરબત પટેલે તેમના સંસદીય વિસ્તાર બનાસકાંઠામાં એક નવોદય વિદ્યાલય, એક કેન્દ્રીય વિદ્યાલય અને એક નવી સૈનિક શાળા ખોલવાની માગ કરી હતી.
Last Updated : Mar 16, 2021, 11:02 PM IST