બનાસકાંઠાઃ આગથળા પોલીસે વિવિધ ગુનામાં ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂનો કર્યો નાશ
બનાસકાંઠાઃ આગથળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 62 ગુનાઓમાં ઝડપાયેલા 32.42 લાખના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. બનાસકાંઠાના પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા પણ વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ચોરીછુપે બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, ત્યારે ક્યાંક પોલીસને બાતમી કે, પછી પેટ્રોલિંગ વખતે આ વિદેશી દારૂ પકડાતો હોય છે અને જેનો સમયાંતરે તેનો નાશ કરવામાં આવતો હોય છે, ત્યારે આગથળા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં જુદા જુદા પ્રોહિબિશનના ગુનામાં 24,624 બોટલો જેની કિમત 32.42 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેનો આગથળા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. જેમાં આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.એન.જાડેજા, ડીસા SDM અને પોલીસ અધિકારીઓ હજાર રહ્યા હતા.