હિમસ્ખલનમાં ફસાયેલી SDMની કારને સેનાના જવાનોએ બચાવી - કાશ્મીર
જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં ભારે હિમવર્ષા થઈ હતી. જેમાં SDM ડૉ.બિલાલ ભટ્ટની ગાડી ફસાઇ ગઈ હતી. તે પોતાના PSO સાથે કુપવાડા જઇ રહ્યા હતા. કારમાં ત્રણ લોકો હતા. સાધુ ટોપ પાસેની ટેકરી પરથી બરફનો પથ્થર પડ્યો હતો. જેના કારણે કારમાં સવાર SDM સહિત અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થળ પર સેનાએ કારમાં સવાર ત્રણેયને બચાવી લીધા હતા.