ગુજરાત

gujarat

ETV Bharat / videos

તળાજાના રાળગોન ગામે LCB ટીમ પર કરાયો હુમલો, 5 જવાન ઈજાગ્રસ્ત - ક્રાઈમ ન્યુઝ ઓફ ભાવનગર

By

Published : Jan 19, 2020, 4:07 AM IST

ભાવનગર: રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમ વધતો જાય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક હુમલાની ઘટના સામે આવી છે. LCB સ્ટાફ તળાજા તાલુકાના રાળગોન ગામે નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવા ગયો હતો. ત્યારે મહિલાઓ સહિતના ટોળાઓએ LCB ટીમ પર હુમલો કર્યા હતો. આ હુમલામાં LCBના પાંચ જવાનો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ હુમલો કરનાર મહિલા સહિત 5 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details