વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કેવડિયા પહોંચ્યા, યોજાનારી કોન્ફરન્સની કરી સમીક્ષા - કેવડિયાના સમાચાર
નર્મદા: કેવડિયામાં રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. નેશનલ પ્રિસાઈડીંગ કોન્ફરન્સ 25 અને 26 નવેમ્બરે યોજાનાર છે. કાર્યક્રમની તૈયારીને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કેવડીયાની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રવાસન MD જેનું દેવન, SSNNLના જોઈન્ટ MD વન વિભાગ અને જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મીટિંગ લીધી હતી.યોજાનાર કોન્ફરન્સમાં લોકસભા સ્પીકર, વિધાનસભાઓના અધ્યક્ષો, સચિવો પોતાના પરિવાર સાથે કેવડિયા આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. હાલ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તૈયારીઓની સમીક્ષા કરી હતી.