વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પદે કોયલીના અશ્વિન પટેલની વરણી - વડોદરાના મુખ્ય સમાચાર
વડોદરા: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે જીલ્લા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ કોયલીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યાલય ખાતે સવારે ભગવાન સત્યનારાયણની કથા કરાઈ હતી. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખને સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. વિજય મુહૂર્તમાં અશ્વિન પટેલે પ્રમુખ તરીકેનો ચાર્જ લીધો હતો. આ સમયે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, શૈલેષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.