રાજ્યપ્રધાને શા માટે પોતાને જ સાંકળથી મારવું પડ્યું, વીડિયો થયો વાઈરલ, જૂઓ
રાજકોટ તાલુકામાં રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણીનું ગામ ગુંદા છે, અહીં રૈયાણી પરિવારે (Mataji Mandavo Raiyani Family) માતાજીનો માંડવો (State Minister Arvind Raiyani in Rajkot) યોજ્યો હતો. ખાસિયત એ છે કે, અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને આમંત્રણ પત્રિકામાં પણ પ્રધાનને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે. માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં પ્રધાને અરવિંદ રૈયાણીએ ધૂણવાનું ચાલુ કર્યું હતું અને સાંકળ લઈને પોતાના પર કોરડા ફટકાર્યા હતા. માતાજીના માંડવામાં રાજ્યપ્રધાન ધૂણવા લાગ્યા હતા. ત્યારે પરિવારજનોએ તેમના પર રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી પોતાના માથા પર માતાજીની ચૂંદડી પણ ઓઢી ધૂણતા નજરે પડ્યા હતા. આ સમયે પરિવારજનો તેમને પગે લાગીને આશીર્વાદ મેળવતા હતા. જોકે, રાજ્યપ્રધાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Arvind Raiyani Video Viral ) થઈ રહ્યો છે.