છોટાઉદેપુર અધિક કલેક્ટરને ભૂસ્તર વિભાગની કનડગતના બાબતે આવેદનપત્ર આપ્યું - Chhotaudepur Additional Collector
છોટાઉદેપુરઃ આજરોજ કોંગી નેતા સંગ્રામસિંહ રાઠવા અને 50 જેટલા સહયોગીઓ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જેમાં જણાવ્યું કે, ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસના નામે લીઝ ધારકો વાહનચાલકોને હેરાન ગતિ કરે છે. તેઓએ આરોપ લગાવ્યો અને મનસ્વી રીતે હેરાન કરી છોટાઉદેપુરમાં ડોલોમાઈટ ઉદ્યોગ બંધ કરવાનો ભૂસ્તર શાસ્ત્રીનો આસાય હોવાનું જણાવ્યું હતુ. છોટાઉદેપુરમાં 100 જેટલા ડોલોમાઈટ પ્રોસેસિંગ યુનિટ અને 40 જેટલી માઈન્સ આવેલી છે. જેને લઇ આવો ઉદ્યોગોની સાથે ચાલતા ટ્રાન્સપોર્ટ અને મિકેનિકલ રીપેરીંગ ગેરેજ કામ કરી હજારો લોકો રોજગારી મેળવે છે. પરંતુ ભૂસ્તર શાસ્ત્રીની વિભાગના અધિકારીઓની ખોટી હેરાનગતિને લઇ હાલ આ તમામ ક્ષેત્ર બહુ પડ્યા છે અને તેને લઈ રોજગારી માટે માઈગ્રેશન કરવાનો વારો આવ્યો છે તેવી રજૂઆત કરાઇ હતી.તેમજ આવેદન આપતી વખતે સંગ્રામસિંહ રાઠવાએ કલેક્ટરને ભૂસ્તર વિભાગના કર્મીઓ પર ભ્રષ્ટાચારનો ખુલ્લો આરોપ લગાવ્યો હતો અને છોટાઉદેપુર આદિવાસી અનુસૂચિ 5 નો વિસ્તાર હોવાથી રામ સચિવની પરવાનગી વગર કોઈપણ અધિકારીએ ગામમાં નહીં પ્રવેશવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારી હતી