અંબાજી મંદિરમાં સિઝનેબલ 50 જેટલી જાતિના વિવિધ ફ્રૂટ સાથે 21 ડ્રાયફ્રુટનો અન્નકૂટ માતાજીને ધરાવાયો - ગુજરાત ન્યૂઝ
બનાસકાંઠા: હાલ જેમ શિયાળાની ઋતુમાં અનેકો પ્રકારના ફળ ફળાદી જોવા મળતા હોય છે. અંબાજીમાં (Ambaji temple) તલોદના એક માઇ ભક્ત દ્વારા સિઝનેબલ 50 જેટલી જાતિના વિવિધ ફ્રૂટ (Annakut of 50 different fruits) સાથે 21 ડ્રાયફ્રુટનો અન્નકૂટ (21 dry fruit) માતાજીને સૌપ્રથમ વખત ધરાવ્યો હતો. ગુરુવારે બપોરે ફળ ફળાદીના અન્નકૂટની વિશેષ આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પણ લાભ લીધો હતો. એટલું જ નહીં માતાજી સન્મુખ 71 પ્રકારના ફ્રૂટને ડ્રાયફ્રૂટના અન્નકૂટ સાથે નિજ મંદિરમાં વિવિધ ફ્રૂટનો શણગાર પણ કરાયો હતો.