રાજકોટ મહિલા મંડળ સાથે અંજલીબેન રૂપીણીએ કર્યા 'મા' અંબાના દર્શન - Gujarati News
જૂનાગઢ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે રાજકોટ મહિલા મંડળ બહેનોની ટીમ સાથે ગિરનાર પર્વત પર બિરાજી રહેલા માં અંબાના દર્શન કરવા માટે જૂનાગઢ આવ્યા હતા. રાજકોટ મહિલા મંડળની ટીમ સાથે અંજલીબેન રૂપાણી રોપ-વે મારફતે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં મંદિરના મહંત તનસુખ ગિરિ બાપુએ અંજલીબેન રૂપાણીનું માં અંબાના દરબારમાં સ્વાગત કરીને માતાના આશિર્વચન પાઠવ્યા હતા, ત્યારે માં અંબાના દર્શન કરીને અંજલીબેન રૂપાણી પણ ભાવવિભોર થયા હતા