ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી ભરતીને કારણે ફરી વિવાદમાં - આંગણવાડી ભરતી બાબતે વિવાદ

By

Published : Nov 6, 2020, 11:36 AM IST

અરવલ્લીઃ જિલ્લામાં આંગણવાડી બેહનોની ભરતી બાબતેનો વિવિદ સમવાનું નામ નથી લઇ રહ્યો. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા વિવાદ કેટલીક બહેનોને આંગણવાડી કાર્યકર તરીકે ભરતી કરવામાં આવતા શાંત થયો હતો. આ બહેનોને 17 દિવસની નોકરી બાદ એકાએક છૂટા કરી દેવાતા બહેનોમાં રોષ વ્યાપ્યો હતો. આ બહેનો તાલુકા પંચાયત ICDS કચેરી પહોંચી હતી અને જવાબદાર અધિકારીને રજૂઆત કરી હતી. આંગણવાડી તેડાગર મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમને તાલિમ માટે બોલાવ્યા હતા, પરંતુ સહી લઇ છૂટા કરાયાનો પત્ર આપ્યો છે. ગુરૂવારે આ બહેનોએ જવાબદાર અધિકારીને રજૂઆત કરી હતી, પરંતુ કોઇ જ નિરાકરણ આવ્યું ન હતું

ABOUT THE AUTHOR

...view details