અરવલ્લી આંગણવાડી વિવાદ, પસંદ થયેલા ઉમેદવારોએ મેરીટ મુજબ ભરતી કરવાની કરી માગ - આંગણવાડી કાર્યકર
અરવલ્લીઃ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં રદ થયેલા ફોર્મ વાળા ઉમેદવારોને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે બે વખત રજુઆત સાંભળવા બોલાવવામાં આવ્યા હતા. જોકે હવે આ વિવાદે નવો વળાંક લીધો છે. મેરીટમાં પસંદ થયેલા ઉમેદવારોને લાગી રહ્યુ છે કે, જો અધિકારીઓ દ્રારા રદ થયેલા ફોર્મ પર ફરીથી વિચારણા કરવામાં આવશે તો ગેરરીતી થવાની સંભાવના છે અને તેમનો ક્રમ નીચો જઇ શકે છે જેથી મેરીટ યથાવત રાખી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.