સુરતઃ ઓલપાડના ટકાર ગામે ATMમાંથી અંદાજીત 7 લાખ રૂપિયાની ચોરી - Gujarat Samachar
સુરતઃ ઓલપાડના ટકાર ગામમાં ATMમાંથી અંદાજીત રૂપિયા 7.5 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. તસ્કરોએ ATM મશીન બહાર કાઢીને તોડી પાડ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ATMની તૂટેલી પ્લેટો દૂર નહેર પાસેથી મળી આવી હતી.