આંગણવાડી ભરતી અટકાવવાની માગ સાથે અરવલ્લી DDOને આવેદન પત્ર અપાયું
અરવાલ્લીઃ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ જાહેરતામાં ભરતી અંગેની શરતોને લઇ ICDS હેઠળ આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર તરીકે ફરજ બજાવતી બહેનોમાં રોષ વ્યાપયો છે. વર્ષોથી ફરજ બજાવતી મહિલાઓને સરકારની જાહેરાતમાં ઉંમર, અનુભવ અને બીજી ઘણી બિનજરૂરી લાયકાતોના કારણે ભરતી પ્રક્રિયામાંથી બાકાત રહેવાનો વારો આવ્યો છે. વર્ષોથી આંગણવાડી કાર્યકર અને તેડાગરની નોકરીના માધ્યમથી પરિવારનું ભરણપોષણ કરી રહેલી મહિલાઓને, ભરતી પ્રક્રિયામાં રહેલી ગૂંચવણોથી અન્યાય ન થાય તેવી માગ DDOને આપેલા આવેદનપત્રમાં કરવામાં આવી હતી.