અંબાજીના પદયાત્રીઓ માટે કરવામાં આવી પૂરતી વ્યવસ્થા, દેખાશે અતિથિ દેવો ભવઃની ઝાંખી - gujarat pavitra yatradham vikas board
અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરીને લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ યાત્રિકો અને માઈભક્તો માટે અતિથિ દેવો ભવઃની ભાવનાને સાર્થક કરતું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ 5 ડોમ બનાવવામાં આવ્યા છે, જ્યાં યાત્રિકો શાંતિથી આરામ કરી શકે છે. આ ડોમ કામાક્ષી મંદિર, પોલીસ સ્ટેશન, દાંતા રોડ અને પાન્છા જેવી જગ્યાએ બનાવવામાં આવ્યા છે. સાથે જ અહીં પલંગ-ગાદલા સહિતની સુવિધાઓ સાથે વિશ્રામ વ્યવસ્થા કરવામાં આવી છે. ambaji temple, ambaji temple bhadarvi poonam, devotees facility ambaji temple, devotees facility, gujarat pavitra yatradham vikas board.